ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો

ભરૂચમાં રેલવે ગોદી પાસે અકસ્માત:
ઈનોવા કાર બે ડમ્પર વચ્ચે ફસાઈ, સદનસીબે જાનહાનિ ટળી
ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો
મળતી માહિતી મુજબ, રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલો ડમ્પર અચાનક રિવર્સ આવતા પાછળથી આવી રહેલી ઈનોવા કાર બે ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી. ઈનોવા કાર ચાલક તથા પાછળનો ડમ્પર ઉભો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
નંદેલાવ માર્ગ પરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં ઓવરલોડેડ માલ સપ્લાય થાય છે. ભારે વાહનવ્યહારમાંથી પસાર થનાર વાહનચાલકોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઓવરલોડેડ ડમ્પરો સામે આરટીઓ તથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે,
******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)