ઊમરેઠ લાયન્સકલબ.બ્રહ્માકુમારી ના સહયોગ થી સુરજબા આયુર્વેદ હોસ્પીટલ નો કેમ્પ યોજાયો.

ઊમરેઠ લાયન્સકલબ.બ્રહ્માકુમારી ના સહયોગ થી સુરજબા આયુર્વેદ હોસ્પીટલ નો કેમ્પ યોજાયો……. આરોગ્ય પરીવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક ની કચેરી ગાંધીનગર પ્રેરિત આયુર્વેદિક અને હોમિયોપેથી નો ફ્રી ચેક અપ અને ફ્રી દવાઓ સાથે નો કેમ્પ બ્રહ્માકુમારી સંસ્થા અને લાયન્સ કલબ ઊમરેઠ ના સંયુક્ત ઉપક્રમે બ્રહ્માકુમારી સેન્ટર વૈકુંઠધામ ખાતે યોજાયો. આ પ્રસંગે બ્ર.કુ નિતાબેન મુખ્ય સંચાલિકા અને સમગ્ર બ્ર. કુ બહેનો સાથે લાયન્સ કલબના વિજયભાઈ ભટ્ટ પ્રમુખ અને સૌ લાયન્સ કલબના સભ્યો અને સમગ્ર સુરજબા હોસ્પીટલ ખંભોળજ ના સૌ ડૉક્ટર શ્રી તથા સ્ટાફ ના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે ડૉ. મયુર મશરૂ. ડૉ અનુરાધા. ડૉ. રૂત્વિક ત્રિવેદી. ડૉ. અભિષેક પાટલીયા સાથે સમગ્ર ખંભોળજ અને અહિમા બન્ને હોસ્પીટલ નો સમગ્ર સ્ટાફ કેમ્પ દરમિયાન ખડેપગે ઊભા રહીને દરદી નારાયણની સેવા નવથી બે વાગ્યા સુધી બજાવી હતી આમ આ કેમ્પ સફળતાપૂર્વક પાર પડયો હતો આ પ્રસંગે ઊમરેઠ અને આજુબાજુના ગામ ના લગભગ ૩૦૦ થી વધુ દરદી ઓ ને દરદી નારાયણની સેવા સાથે આયુર્વેદ અને હોમિયોપેથી ની દવાઓ ફ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે સુરજબા હોસ્પીટલ ને સન્માન પત્ર અને સમગ્ર ડૉક્ટર શ્રી ઓ ને અને સમગ્ર સ્ટાફ ને સર્ટીફિકેટ અને ગીફટ આપી સંસ્થાઓ તરફથી સન્માનિત કરવામાં આવેલા … રમેશ ચંદ્ર સી રાણા ઊમરેઠ પાટવી ગુજરાતી ન્યુઝ ઊમરેઠ