આઝાદીનો અમૂલ્ય પર્વ “૭૯ માં સ્વતંત્રતા દિવસ” પર દેશભક્તિના ભાવ સાથે આજરોજ પ્રાથમિક શાળા કરચિયા ખાતે ૭૯ માં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી જેમાં ગામની શિક્ષિત દીકરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું

આઝાદીનો અમૂલ્ય પર્વ “૭૯ માં સ્વતંત્રતા દિવસ” પર દેશભક્તિના ભાવ સાથે આજરોજ પ્રાથમિક શાળા કરચિયા ખાતે ૭૯ માં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી જેમાં ગામની શિક્ષિત દીકરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું પ્રાથમિક શાળાના બાળકને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળક દીઠ બે જોડી ગણવેશ આપવામાં આવ્યો હતો ફિરોજભાઈ મેમન ના અથાગ પ્રયત્નોથી મેપી કંપની અલીન્દ્રા દ્વારા બાળકો માટે ઠંડુ અને શુદ્ધ પાણી મળે તે માટે વોટર કુલર આપવામાં આવ્યું ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્કૂલના અને ગામના તમામ અભ્યાસ કરતા બાળકોને પાણીની વોટરબેગ વિતરણ કરવામાં આવી જીનલ એન્ટરપ્રાઇઝ હંસ એન્ટરપ્રાઇઝ દ્વારા બાળકો માટે આરો પ્લાન્ટ આપવામાં આવ્યો હતો લગભગ બે લાખ રૂપિયા સુધી કરચિયા પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકો માટે દાન પેટે ચીજ વસ્તુઓ આપવામાં આવી જે બદલ સૌ દાતાશ્રીઓનો સરપંચ અને ગામ વતી અને પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ રણા મુસ્તાકભાઈ વલી મોહમ્મદ, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા,, પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર હમીદ જાદવ ટુંડાવ