Uncategorized

જરૂરી વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી લીધા વગર ચાલતા વિધાનગર રોડ સ્થિત ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્મા ઘર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયા*

 

 

*જરૂરી વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી લીધા વગર ચાલતા વિધાનગર રોડ સ્થિત ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્મા ઘર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયા*

***

આણંદ, ગુરૂવાર:::: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા વિદ્યાનગર રોડ ઉપર આવેલ ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્મા ઘરના સંચાલક શ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.

 

આ બાબતે ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્મા ઘરના સંચાલક વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(BU ) અને ફાયર એન.ઓ.સી.જેવા યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

 

આમ, સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું.

 

આ ઉપરાંત ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્મા ઘરના સંચાલક દ્વારા કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.

 

આ મિલકતમાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે જોખમકારક હોવાથી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ જાન માલને હાની ન પહોંચે તે હેતુસર તાત્કાલિક અસરથી વિધાનગર રોડ સ્થિત ઉડીપી રેસ્ટોરન્ટ તથા અફલાતૂન ચશ્માઘર ને વાણીજ્ય હેતુસર પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી તથાં જરૂરી ફાયર સુવિધાના અભાવે ધી ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિન્શિયલ કોર્પોરેશન એકટ 1949 તથા C.G.D.C.R 2017 ની જોગવાઈઓનો ભંગ થયેલ હોય મિલકત વપરાશ/ સીલ કરવામાં આવ્યા છે.

****

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button