Uncategorized

વેડચ ગામે ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન, દેશભક્તિનો માહોલ છવાયો

 

 

 

વેડચ ગામે ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન, દેશભક્તિનો માહોલ છવાયો

જંબુસર: જંબુસર તાલુકાના વેડચ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના તમામ નાગરિકો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી કુલદીપ યાદવ, અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિન પટેલ ઉર્ફે ભોલા સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

રેલીનો પ્રારંભ વેડચ ગામના મહાકાળી મંદિર પાસેથી થયો હતો.આ યાત્રા ગામના મુખ્ય બજાર, ભાથીજી મંદિર દાંડીમાર્ગ અને વિવિધ વિસ્તારોમાં ફરી પરત ભાગોળ પહોંચી હતી. રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને ભારત માતાના ગૌરવને વધારવાનો હતો. આ ભવ્ય રેલીના સફળ આયોજન બદલ ગામના સરપંચ અને આગેવાનોએ સૌનો આભાર માન્યો હતો.આ પ્રસંગે એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી,વાઇસ ચેરમેન કિરણ પટેલ,શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ સિંધા,માજી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ,મહામંત્રી જ્યોતિષભાઈ,અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ,અમીષાબેન પટેલ,હરદીપસિંહ પરમાર,પ્રમોદ રાઠોડ,મિલેન્દ્રસિંહ રાઠોડ, રણજીતભાઈ,જયેશભાઈ પરમાર,બળવંતસિંહ પઢિયાર, પ્રતાપ ગોહિલ,ભુપેન્દ્રભાઈ રાઠોડ,સહિત ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના બાળકો જોડાયા હતા અને યાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button