નવસારી જિલ્લાના કપ્લેથા ગામના સરપંચને બદનામ કરવા અને ગામના વિકાસના કામોમાં અરચનરૂપ થતા વલ્ડ ટાઇમ સાપ્તાહિકના તંત્રી પર પોલીસ ફરિયાદ

*નવસારી જિલ્લાના કપ્લેથા ગામના સરપંચને બદનામ કરવા અને ગામના વિકાસના કામોમાં અરચનરૂપ થતા વલ્ડ ટાઇમ સાપ્તાહિકના તંત્રી પર પોલીસ ફરિયાદ*
(પ્રતિનિધિ, દ્વારા): નવસારી જિલ્લામાં સમાવિષ્ટ કપ્લેથા ગામના વિકાસલક્ષી કામોમાં કથિત ગેરરીતી થતી હોવાના તથા સ્થાનિક સરપંચ અને પદધિકારીને બદનામી કારક ખોટા સમાચાર લખી પ્રસિદ્ધ કરવા વલ્ડ ટાઇમ સાપ્તાહિકના માલિક તંત્રી મોહમદસુલતાન ફકીર શેખ, આલીપોર ચીખલી જિ. નવસારી વિરુદ્ધ ગામના જાગૃત સરપંચ અને ગામજનોએ સંયુક્ત સહી કરી પુરાવા સહિત સચિન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપતા ગભરાટ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, કપ્લેથા ગામના સરપંચ તલાટી વિરૂધ્ધ ખોટા સમાચાર વલ્ડ ટાઇમ સાપ્તાહિક અખબારમાં કેટલાક ખોટા સમાચાર વારંવાર કપ્લેથા પંચાયતના છાપવા અને બદનામ કરવા માટે કાવતરાના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વલ્ડ ટાઇમ સાપ્તાહિક ન્યુઝ પેપરની ટીમ ખોટી રીતે વિકાસના કામોને રૂકાવટ ઉભું કરવા તથા કપ્લેથા ગામની શાંતી દોહરાવાના હેતુસર કાવતરુ રચવામાં આવે છે. કપ્લેથા ગામમા હિંદુ તથા મુસ્લીમ સમાજના લોકો શાંતીથી રહેતા આવેલા છે.
ત્યારે કહેવાતા વલ્ડ ટાઇમ સાપ્તાહિક અખબારના પત્રકાર વારંવાર એમના મળતીયા સાથે કપ્લેથા ગામ હાલમાં વિકાસની પ્રગતીને ગ્રહણ લગાવી રહ્યા છે.
કપ્લેથા ગામના હળપતી તથા અન્ય સામાજના લોકો ઝુપડામા રહેતા હોય, આવાસ યોજના હેઠળ લાભાર્થીને મકાન બનાવી આપવામાં આવેલ છે. તેમ છતાં ખોટા સમાચાર વલ્ડ ટાઇમ સાપ્તાહિક ન્યુઝમાં માંમોહમદસુલતાન ફકીર શેખ આલીપોર, ચીખલીનાઓ ખોટી રીતે સમાચાર છાપી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાની ફરિયાદ થવા પામી છે.
કપ્લેથા ગામ ખાતે ગામના એક પણ નાગરિકે આવાસ, રસ્તા, ગટર લાઈન, પાણી, વગેરેની પંચાયતને મૌખિક સૂચના અથવા લેખિત ફરિયાદ કરવામાં પણ આવેલ ન હોવા છતાં પણ ખોટા સમાચારો પ્રસિદ્ધ કરી હેરાન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગામની એકતા તોડવા માટે કહેવાતા વલ્ડ ટાઇમ સાપ્તાહિક ન્યુઝ પેપરના પત્રકાર મોહમદસુલતાન ફકીર શેખ રહે.ટાઇ મોહલ્લો આલીપોર તાલુકા – ચીખલી જિ.નવસારીના તેમના વલ્ડ ટાઇમ સાપ્તાહિક પેપરના તંત્રી વિરૂધ્ધ રૂપિયાની ઉગરાણીના અલગ અલગ પોલીશ સ્ટેશનોમા ગુના દાખલ થયેલા છે. જે ફરિયાદમાં સુસંગત પુરાવા રજુ કરવામાં આવ્યાં છે. અને એમના મળતીયાઓના મોબાઇલ સ્ક્રીન શોર્ટ પણ ફરિયાદ સાથે રજુ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસ અધિકારી આ દિશામાંજો તપાસ કરે તો,વલ્ડ ટાઇમ સાપ્તાહિક પેપરના તંત્રી મારફત પેપરના નામે કેટલાક પત્રકારોને આઈકાર્ડ ઈશ્યૂ કર્યા છે?
આ પત્રકારોનીપણ તલસ્પર્શીય તપાસ કરવામાં આવે તો તપાસનો રેલો ગાંધીનગર બેઠેલો એક અધિકારી સાથેની સાંઢગાટ ચોક્કસ દબાઈ ગયેલા હાડપિંજર બહાર આવે તો નવાઈ નહીં.