પાલેજ ટાઉન, વલણ અને ઇખર ગામમાંથી ૫૬.૩૫ લાખની વીજચોરી ઝડપાઇ, વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો…

પાલેજ ટાઉન, વલણ અને ઇખર ગામમાંથી ૫૬.૩૫ લાખની વીજચોરી ઝડપાઇ, વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો…
પાલેજ :- ભરૂચના પાલેજ સ્થિત ડી જી વી સી એલ કચેરીના તાબા હેઠળ આવતા ભરૂચના પાલેજ ટાઉન, કરજણ તાલુકાના વલણ અને આમોદના ઇખર ગામમાં વીજ કંપનીની ટીમોએ સઘન વીજ ચેકીંગ હાથ ધરી ૫૬.૩૫ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે વીજ કંપનીની ૩૧ ટીમોએ પાલેજ ટાઉન વલણ અને ઇખર ગામમાં સઘન વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.
વહેલી સવારે વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરાતા લોકો ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ગયા હતા. વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે પાલેજ ટાઉન સહિત વલણ અને ઇખર ગામમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. ઉપરોક્ત ત્રણ ગામમાં ૧૪૭૭ જોડાણો ચેક કરતા ૫૫ જોડણીમાં વીજ ગેરરીતિ તેમજ ૭ જોડાણોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. વીજ કંપનીની ટીમોએ ઉપરોક્ત ત્રણ ગામમાંથી ૫૬.૩૫ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ પંથકના ગામોમાં સતત વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…
:- ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)