Uncategorized

ઉમરેઠમાં આવેલી વેદ હોસ્પીટલની બે નર્સો દ્વારા નડીઆદની પરિણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરીને ગર્ભાશયમં ઈજાઓ પહોંચાડવાના કેસમાં પોલીસે આજે બન્નેની ધરપકડ કરીને ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબ્જે કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

ઉમરેઠ : નડીઆદની પરિણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરનાર બે નર્સોની ધરપકડ

ગર્ભપાત કરવાના સાધનો સ્પેક્યુલમ અને પંચ હોલ્ડર કબ્જે લેવાયા

ઉમરેઠમાં આવેલી વેદ હોસ્પીટલની બે નર્સો દ્વારા નડીઆદની પરિણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરીને ગર્ભાશયમં ઈજાઓ પહોંચાડવાના કેસમાં પોલીસે આજે બન્નેની ધરપકડ કરીને ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબ્જે કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૮મી જુલાઈના રોજ વેદ હોસ્પીટલની નર્સ સુમનબેન ઈગ્નાશભાઈ ખ્રિસ્તી અને હિરલબેન કેતનકુમાર પટેલે નડીઆદની એક પરિણીતાના ત્રણ માસના ગર્ભનો નિકાલ કરવા માટે ૧૬ હજારમાં નક્કી કરીને સુમનબેનના ઘરે લઈ જઈને ઉપલા માળે બનાવેલા ડોક્ટર જેવા રૂમમાં ગર્ભપાત કરી નાંખ્યો હતો. જો કે ત્યારબાદ પેટમાં બગાડ રહી જતાં પરિણીતાનો દુઃખાવો યથાવત જ રહેવા પામ્યો હતો. જેથી તારીખ ૨૮-૭-૨૫ના રોજ ફરીથી ગર્ભપાત કરતા ગર્ભાશયની કોથળીમાં ઈજાઓ થતાં પરિણીતાની હાલત ગંભીર થઈ જવાપામી હતી.જેથી તેણીને તુરંત જ સારવાર માટે નડીઆદની હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી.

ઉમરેઠ પોલીસે પરિણીતાના પતિની ફરિયાદના આધારે નર્સ સુમનબેન ઈગ્નાશભાઈ ખ્રિસ્તી અને હિરલબેન પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આજે બન્નેની ધરપકડ કરી હતી. અને ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબ્જે કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ બન્ને નર્સો વેદ હોસ્પીટલમાં નોકરી કરતી હતી. અને સારવાર માટે આવતી પરિણીતાઓના સસ્તા દરે ગર્ભપાત કરતા હતા. અત્યાર સુધી કેટલા ગર્ભપાત કર્યા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button