મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી

મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી
***
શહીદોની ભૂમિ મહિસાગર જિલ્લામાં આવેલું માનગઢ હિલ, આદિવાસીના શૌર્ય અને બલિદાનનું પ્રતીક – મંત્રી શ્રી મુળુભાઈ બેરા
***
આરોગ્ય, શિક્ષણ, પાણી સહિત અનેક ઉત્તમ સુવિધાઓ થકી આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવ્યા – મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
***
મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા
***
કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
***
માહિતી બ્યૂરો મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કેબિનેટ કક્ષાના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ માનગઢના ઇતિહાસને યાદ કરી જણાવ્યું હતું કે, શહીદોની ભૂમિ મહિસાગર જિલ્લામાં આવેલું માનગઢ હિલ, આદિવાસીના શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે.૧૭ નવેમ્બર, ૧૯૧૩ના દિવસે ગુરુ ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસીઓનું એક સંમેલન યોજાયું હતું. અંગ્રેજ સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૧૫૦૭થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ ભીષણ માનવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિજાતિ સમાજના વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી અનેક કાર્યો કરી રહી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારો માટે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ વિકાસ કાર્યો હાલમાં થઈ રહ્યા છે. આદિવાસી બાંધવો માટે આદિવાસી વિસ્તારને આર્થિક અને સામાજિક શૈક્ષણિક સમૃદ્ધિ તરફ લઈ જઈ આર્થિક સશક્ત કરવા માટે પણ સરકારે અનેક યોજનાઓ બનાવી અમલમાં મૂકી છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે દેશને આઝાદી માટે અંગ્રેજો સામે બાથ ભીડી દેશ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકાર કામ કરી રહી છે. આરોગ્ય, શિક્ષણ, પાણી સહિત અનેક ઉત્તમ સુવિધાઓ થકી આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
આ પ્રસંગે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંતરામપુર પ્રાંત અધિકારીશ્રીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન,જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ ,સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.