Uncategorized
પાલેજ ખાતે નારી વંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઇ, છાત્રોએ રેલી યોજી બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવ્યા…
પાલેજ ખાતે નારી વંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઇ, છાત્રોએ રેલી યોજી બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવ્યા…
ભરૂચના પાલેજ સ્થિત ધી પાલેજ હાઈસ્કૂલ દ્વારા નારી વંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. શાળાના છાત્રોની એક વિશાળ રેલી શાળાના પટાંગણમાંથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે પરિભ્રમણ કરી પરત ગંતવ્ય સ્થાને પહોંચી હતી. રેલીમાં ધોરણ છ થી બારના છાત્રોએ ભાગ લીધો હતો. રેલીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓ પણ જોડાયા હતા. આયોજિત રેલીમાં છાત્રોએ બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવી નગરજનોનુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સમગ્ર રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…
:..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)