મહીસાગર જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” નિમિત્તે “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વીરપુર ખાતે આવેલી શ્રીમતી કે.સી. શેઠ આર્ટસ કોલેજમાં એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

માહિતી બ્યુરો મહીસાગર
મહીસાગર જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” નિમિત્તે “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વીરપુર ખાતે આવેલી શ્રીમતી કે.સી. શેઠ આર્ટસ કોલેજમાં એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મહિલાઓને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ મહિલાઓ માટેની સુરક્ષા અને કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. સામાજિક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ દીકરીઓની સુરક્ષા અને સલામતીનું મહત્વ સમજાવ્યું હતું.
આ ઉપરાંત, બરોડા સ્વ-રોજગાર સંસ્થાના કાઉન્સેલરે સ્વ-રોજગાર માટેની તાલીમ અને બેન્કિંગ સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી, જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે.
આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલશ્રી, DHEW સ્ટાફ, શી ટીમ, વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.
તંત્રી સી ઓ રાજ યુસુફભાઈ.