ઊમરેઠ ખાતે કીડની હોસ્પિટલ નો ફ્રી મેધા પોસ્ટેટ કેમ્પ યોજાયો ..
ઊમરેઠ ખાતે કીડની હોસ્પિટલ નો ફ્રી મેધા પોસ્ટેટ કેમ્પ યોજાયો …………………….. મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડીઆદ. દ્વારા આયોજીત અને સંતરામ મંદિર ઊમરેઠ અને લાયન્સ કલબ ઓફ ઊમરેઠ તથા પ્રજાપિતા બ્રહ્માંકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય ઊમરેઠના સહકાર થી ૫૦ વષૅ થી વધુ ઊમર ના આણંદ નડીઆદ તાલુકામાં ના પુરૂષો માટે ફ્રી પ્રોસ્ટેટ ચેક અપ કેમ્પ સંતરામ મંદિર કલ્યાણ હોલ ખાતે યોજાયો આ પ્રસંગે હોસ્પિટલ ના ડૉક્ટર શ્રી મહેશભાઈ દેસાઈ ખાસ ઊપસ્થિત રહયા હતા કેમ્પ ના સહયોગી પ. પૂ ગણેશ દાસજી મહારાજ બ્ર. કુ રૂપલબેન ઊપસ્થિત રહયા હતા આ પ્રસંગે સ્ટેજ ઉપરના સૌ મહેમાનો નું શાલ બુકે આપી લાયન્સ કલબના સૌ સભ્યો એ સ્વાગત કરી સન્માન કર્યુ હતું કેમ્પસમાં લગભગ ૧૪૨થી વધુ દરદી ઓ એ કેમ્પ નો લાભ લીધો હતો . અને દરેક એક દરદી ના લગભગ ૫૦૦૦ રૂપિયા થી વધુ ના લેબોરેટરી ના ટેસ્ટ ફ્રી કયૉ હતા પ. પૂ ગણેશદાસજી મહારાજ શ્રી એ હોસ્પીટલ ના કમૅચારી ગણ નું ખેસ પહેરાવી પ્રસાદ આપી સન્માન કર્યું હતું સમગ્ર કાયૅક્રમ નું સંચાલન અરવિંદ ભાઈ પટેલ એ કર્યુ હતું