Uncategorized

ડભવા ગામેથી ક્રેટા ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બીયર તથા પ્લાસ્ટીકના ક્વાર્ટર મળી કુલ બોટલો નંગ-૧૩૯૬ ની કિ.રૂ.૨,૭૯,૨૪૪/-નો પ્રોહી મુદ્દામાલ ક્રેટા ગાડી મળી કુલ કિ.રૂ.૫,૭૯,૨૪૪/-નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સાગટાળા પોલીસ

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

 

ડભવા ગામેથી ક્રેટા ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બીયર તથા પ્લાસ્ટીકના ક્વાર્ટર મળી કુલ બોટલો નંગ-૧૩૯૬ ની કિ.રૂ.૨,૭૯,૨૪૪/-નો પ્રોહી મુદ્દામાલ ક્રેટા ગાડી મળી કુલ કિ.રૂ.૫,૭૯,૨૪૪/-નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સાગટાળા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહી તથા જુગારની બદીને સંદતર નાબૂદ કરવા આંતરીયાળ રસ્તાઓ ઉપર વોચ પેટ્રોલીંગ રાખી પ્રોહીની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ. જે અનુંસંધાને દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ પ્રોહી લીસ્ટેડ બુટલેગરો તેમજ પ્રોહીની ગે.કા.રીતેની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી પ્રોહી તેમજ જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ડી.રાઠોડ લીમખેડા વિભાગનાઓએ આવી ગે.કા.રીતેની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેશો કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને સાગટાળા પો.સ્ટે.પો.ઇન્સ.જી.બી.પરમાર નાઓએ આ બાબતે અત્રેના પો.સ્ટે.ના પો.સબ ઇન્સ ડી.એસ.લાડ અને એસ.ડી.સરવૈયા તથા તમામ બીટ/આ.પો ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્કોડ નાઓને વધુમાં વધુ પેટ્રોલીંગમાં રહી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચનાઓ કરેલ હોય જે આધારે પો.સબ ઇન્સ.એસ.ડી.સરવૈયા તથા સ્ટાફના માણસો એ રીતેના સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ.એસ.ડી.સરવૈયા નાઓને ચોક્કસ માહીતી મળેલ કે, એક સિલ્વર કલરની ક્રેટા ગાડી નં.GJ.06.JE.7544 ના ચાલક ડ્રાઇવર તથા તેની સાથે બીજો એક ઇસમ એ રીતેના ક્રેટા ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરાવી લઇને ફાંગીયા થઇ માંડવ તરફ અંદરના રસ્તે થઇ દેવ.બારીઆ તરફ જનાર છે. જે બાતમી હકીકતવાળી ગાડીની વોચમાં રહેતા ઉપરોક્ત ગાડી આવતી જણાતા ઉભી રાખવા ઇશારો કરતા દુરથી પોલીસને જોઇ જતા તેના કબજાની ગાડલ વળાવી ભાગવા જતા ઝાડ સાથે અથડાઇ જતા બંને આરોપીઓ સ્થળ પર વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી મુકી ભાગી ગયેલ હોય જે ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ટીન બીયર તથા પ્લાસ્ટીકના ૧૮૦ મીલી.ના ક્વાટર મળી કુલ બોટલ નંગ- ૧૩૨૬ ની કુલ કિ.રૂ.૨,૭૯,૨૪૪-નો પ્રોહી મુદ્દામાલ તાથ ક્રેટા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/-ગણી કુલ કિ.રૂ.૫,૭૯,૨૪૪ નો મુદ્દામાલ ઝડપી ૨-આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ:-

 

(૧) હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નં.GJ.06.JE.7544 નો ચાલક ડ્રાઇવર નામઠામ જણાયેલ નથી.-વોન્ટેડ

 

(૨) હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નં.GJ.06.JE.7544 ના ચાલક ડ્રાઇવરની બાજુની શીટમાં બેઠેલ ઇસમ નામઠામ જણાયેલ નથી. -વોન્ટેડ

 

ગુન્હાના કામે કબજે લીધેલ મદ્દામાલ :- ભારતીય બનાવટના વિદેશી દારૂના માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મી.લી ના પતરાના ટીન બિયર નંગ-૬૯૬ ની કિ રૂ.૧,૩૧,૫૪૪/- તથા ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના ૧૮૦ મી.લીના ક્વાર્રટ નંગ-૭૦૦ ની કિ.રૂ.૧,૪૭,૭૦૦/-ગણી કુલ બોટલ નંગ-

 

૧૩૯૬ ની કુલ કિ.રૂ.૨,૭૯,૨૪૪/-નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહીબીશન હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ક્રેટા ગાડી

 

નં.GJ.06.JE.7544 ની કિ. રૂ.૩,૦૦,૦૦૦/-ગણી કુલ કિ.રૂ.૫,૭૯,૨૪૪/-નો મુદ્દામાલ ગણી

 

કામગીરી કરનાર અધિ/કર્મચારી:

 

(૧) શ્રી જી.બી.પરમાર પો.ઇન્સ.

 

(૨) શ્રી ડી.એસ.લાડ પો.સ.ઇ.

 

(૩) શ્રી એસ.ડી.સરવૈયા પો.સ.ઇ.

 

(૪) અ.હે.કો સંજયભાઇ સરતનભાઇ બ.નં.૯૯૬

 

(૫) અ.પો.કો. ચુનીલાલ માલાભાઇ બ.નં-૧૧૮૯

 

(૬) અ.પો.કો. રાહુલકુમાર મહેન્દ્રસિંહ બ.નં-૭૯૨

 

(૭) અ.પો.કો. પલ્લુભાઇ ધુળાભાઇ બ.નં-૧૧૩૧

 

(૮) અ.પો.કો વિજયભાઇ વાઘાભાઇ બ.નં.૧૪૪૮

 

(૯) અ.પો.કો સાહીલકુમાર પોપટભાઇ બ.નં.૧૪૪૯

 

(૧૦) આ.પો.કો જીગ્નેશભાઇ રમેશભાઇ બ.નં.૫૫

 

(૧૧) આ.પો.કો ભોપતસિંહ જુવાનસિંહ બ.નં.૩૦૭

 

આમ, સાગટાળા પોલીસને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા મળેલ છે.

 

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button