બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુના વિદેશી દારૂના મુદામાલનો નાશ

*બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુના વિદેશી દારૂના મુદામાલનો નાશ*
શ્રી વિધિ ચૌધરી, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી. જસાણી, પોલીસ અધિક્ષક, આણંદના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024 અને 2025 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મુદામાલ નાશ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તે અન્વયે શ્રી પી.કે. દિયોરા, નાયબ પોલીસ અધિક્ષક, પેટલાદ વિભાગની સૂચના મુજબ તથા શ્રી અમિત પટેલ, પ્રાંત અધિકારી, બોરસદની અધ્યક્ષતામાં બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ માટે મંજૂરી પ્રાપ્ત કરવામાં આવી હતી.
આ અનુસંધાને તા. 19/08/2025ના રોજ નિસરાયા ગામની સીમમાં કુલ 68 ગુનામાંથી પકડાયેલ 41,007 બોટલો, અંદાજીત કિંમત **રૂ. 1,04,22,573/- (એક કરોડ ચાર લાખથી વધુ)**ના વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, ડીવાયએસપી શ્રી પી.કે. દિયોરા, નશાબંધી અને આબકારી અધિક્ષક આણંદ શ્રી ડી.જે. વનાણી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.બી. જાદવ (બોરસદ ટાઉન), ડી.આર. ચૌધરી (બોરસદ રૂરલ), એ.ડી. પુવાર (આંકલાવ) અને એસ.ડી. પટેલ (ભાદરણ) હાજર રહ્યા હતા.
કાર્યમાં પ્રાંત કચેરી બોરસદનો સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, ચારેય પોલીસ સ્ટેશનોના અધિકારી/સ્ટાફ, બોરસદ યુ.એચ.સી.ની મેડિકલ ટીમ તથા બોરસદ ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી.