મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના 25000 ઉપરાંત ગ્રાહકો જમીનદાર ઇન્કમટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર
મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ
જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના 25000 ઉપરાંત ગ્રાહકો જમીનદાર ઇન્કમટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર
જંબુસર તાલુકામાં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનોમાં ત્રણ પ્રકારના રેશનકાર્ડ હોય છે જેમાં એપીએલ બીપીએલ અંત્યોદય આ તમામ રેશનકાર્ડ ધારકો એ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશનકાર્ડ ધારકો જમીનદાર ઇન્કમટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી. અને આ રેશનકાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકો ની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનએસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુ ની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર, તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી. આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે, પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકો ના નામ રદ કરાશે તેમ મામલતદાર એનએસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવ્યું છે. જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એન એફ એસ એ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફાફડાટ વ્યાપ્યો હતો.