Uncategorized
માર્ગ મકાન વિભાગ ડાકોર ધ્વારા ચાર ચાર વખત નોટીસો પાઠવી છતાં સોટકા બાંધકામ પૂર્ણ થયું મેહસુલ વિભાગ ગાંધીનગર 1980 ના ઠરાવ નો ભંગ ડાકોર માં જોવા મળ્યો
યાત્રા ધામ ડાકોર માં ગેરકાયદેસર બાંધકામે માઝા મૂકી
માર્ગ મકાન વિભાગ ડાકોર ધ્વારા ચાર ચાર વખત નોટીસો પાઠવી છતાં સોટકા બાંધકામ પૂર્ણ થયું
મેહસુલ વિભાગ ગાંધીનગર 1980 ના ઠરાવ નો ભંગ ડાકોર માં જોવા મળ્યો
વિગત વાર… સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોર માં ડાકોર ચોકળી થી કપડવંજ તરફ જતા સ્ટેટ હાઇવે ધોરી માર્ગ પાસે માર્જિંગ જગ્યા રાખ્યા વગર જ ખેતીલાયક જગ્યા માં કોઈપણ પરમિશનોવગર જગજાહેર દુકાનો નું બાંધકામ કરી દીધેલ છે યાત્રા ધામ ડાકોર માં દિવસે ને દિવસે ટ્રાફિક ની સમસ્યા રહ્યા કરે છે જેની ફરિયાદો પણ મળે છે જો આવીજ રીતે ગેરકાયદેસર બાંધકામો ચાલુ રહશે તો ભવિષ્ય માં આ સ્ટેટ હાઇવે સીકસ લેન બનશે ત્યારે આ પાક્કુ બાંધકામ સરકારની વિકાસલક્ષી કામગીરી માં ભારે અડચણ રૂપ સાબીત થશે હવે જોવું રહ્યું ખેડા જિલ્લા પ્રશાસન આગળ કેવા પ્રકારના પગલા ભરે છે