જંબુસર રૂદ્ર બંગ્લોઝ ની પાસે ખુલ્લા મેદાનમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જંબુસર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.ચૌધરી સાહેબ જંબુસર વિભાગ, જંબુસર નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે,
પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે, ભુતિયા જંબુસર પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે પો.સ.ઈ.શ્રી કે.એન.સોલંકી તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં નાઈટમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના આ.પો.કો .રાજેન્દ્રસિંહ કુંવરસિંહ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે જંબુસર, રૂદ્ર બંગ્લોઝ ની પાસે ખુલ્લા મેદાનમા પોતાના અંગત ફાયદા સારૂ પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતા પોલીસની રેડ દરમ્યાન સ્થળ ઉપર પાંચ ઈસમોને પકડી પાડી રોકડા રૂપિયા રૂપિયા ૧૦,૩૬૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૨,૧૫,૦૦૦/- તથા મો.સા.નંગ ૦૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૪,૨૫,૩૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
4 પકડાયેલ આરોપીઓની વિગત
+
(૧) પરેશભાઈ જયંતિભાઈ પટેલ ઉ.વ.૩૩ ધંધો, વેપાર રહે, જંબુસર રૂદ્ર બંગ્લોઝ સોસાયટી તા.જંબુસર જિ.ભરૂચ
(૨) કિર્તીભાઈ ડાહ્યાભાઈ પટેલ ઉ.વ.૩૬ ધંધો,વેપાર રહે,જંબુસર રૂદ્ર બંગ્લોઝ સોસાયટી તા.જંબુસર જિ.ભરૂચ
(૩) હિરેનભાઈ કિરીટભાઈ પટેલ ઉ.વ.૩૦ ધંધો,વેપાર રહે, જંબુસર રૂદ્ર બંગ્લોઝ સોસાયટી તા.જંબુસર જી.ભરૂચ
(૪) હર્ષભાઈ રમેશભાઈ પટેલ ઉ.વ.૨૮ ધંધો,વેપાર રહે,જંબુસર શનિયાના વડ પાસે મામલતદાર ઓફિસની
બાજુમા તા.જંબુસર જિ.ભરૂચ
(૫) વ્રજેશકુમાર બીપીનભાઈ પટેલ ઉ.વ.૩૩ ધંધો,ખેતી રહે,જંબુસર પટેલની ધર્મશાળા તા.જંબુસર જિ.ભરૂચ
મુદામાલ:-
આરોપીની અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૦,૩૬૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૨,૧૫,૦૦૦/- તથા મો.સા.નંગ ૦૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ.૪,૨૫,૩૬૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામ:-
પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતિયા
* પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એન.સોલંકી
એ.એસ.આઈ.રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ
* અ.હે.કો. કનકસિંહ મેરૂભા
આ.હે.કો.રજનીકાન્ત દિનેશભાઈ
આ.પો.કો.રાજેન્દ્રસિંહ કુંવરસિંહ
અ.પો.કો.પ્રદિપસિંહ ભરતસિંહ
* અ.પો.કો.રાજેશભાઈ મગનભાઈ
સહ તંત્રી મનુભાઈ ગોહિલ કહાનવા