ઝામ્બીયાથી ભરૂચ અને ભરૂચ થી સુરત ખાતે લઇ જતા ગેરકાયદેસર હવાલાના રોકડા રૂપિયા ૪૦,૩૫,૩૦૦/- ના મદ્દામાલ સાથે ત્રણ(૩) ઇસમોને ઝડપી પાડી હવાલા રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ….
ઝામ્બીયાથી ભરૂચ અને ભરૂચ થી સુરત ખાતે લઇ જતા ગેરકાયદેસર હવાલાના રોકડા રૂપિયા ૪૦,૩૫,૩૦૦/- ના મદ્દામાલ સાથે ત્રણ(૩) ઇસમોને ઝડપી પાડી હવાલા રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ….
ભરૂચ એસ ઓ જી પોલીસે હવાલા રેકેટનો પર્દાફાશ કરી માતબર રકમ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતા હવાલનો ધંધો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એ.એસ.આઇ. ગજેન્દ્રસિંહ જેણસિંહ નાઓને બાતમીદારથી આધારભુત રીતે માહીતી મળેલ કે એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપીટર ઉપર બે ઇસમો શંકાસ્પદ રોક્ડ રકમ લઈ દેત્રોલ ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી કરમાડ ગામ તરફથી એક ગ્રીન ડાર્ક કલરની જ્યુપીટર લઈ બે ઇસમો આવતા તેઓને રોકી ચેક કરતા જ્યુપીટરની ડીકીમાંથી રોકડા રૂપિયા ૪૦,૩૫,૩૦૦/- મળી આવ્યા હતા.
જે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બન્ને ઇસમો ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ જેથી મળી આવેલ રોકડ રકમ બન્ને ઇસમોએ ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનુ જણાઇ આવતા BNSS-૧૦૬ મુજબ કબ્જે કરવામાં આવી છે. પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ રહેવાસી, ભરૂચ,(૨) ઝકરીયા ઈંદ્રીશ બારીવાલા (વોરાપટેલ) રહેવાસી કરમાડ, જિ. ભરૂચ, મહંમદજાવીદ ઝાકીર પીપા (વોરાપટેલ) કંથારીયા, ખાનજી સ્ટ્રીટ, તા.જી. ભરૂચ નાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે…
:- ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)