Uncategorized
આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજાઇ ગઈ
આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજાઇ ગઈ
આજ રોજ તા-૧૨-૦૭-૨૫ ને શનિવારે આદર્શ એજ્યુકેશન કેમ્પસ લુણાવાડા ખાતે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પદ જેવા કે મોનિટર, જી.એસ.,એલ.આર. વગેરે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. બાળકો ચૂંટણી અને મતદાન શું છે તેના વિષે માહિતગાર થાય તેમજ જાગૃત બને તેવા હેતુસર આ શાળા પંચાયત ચૂંટણી નું આયોજન થયું હતું. શાળા પંચાયતની ચુંટણીમાં બાળકોએ યોગ્ય ઉમેદવારને મત આપીને વિજયી બનાવ્યા હતા. વિજયી થયેલ ઉમેદવારોને વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
મહીસાગર બ્યુરો ચીફ મેહુલ પટેલ