આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે વર્ગખંડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે વર્ગખંડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..આજના શુભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી, ગામના સરપંચ શ્રી ડાહ્યાભાઈ હરમાનભાઈ પઢીયાર તથા પંચાયત સભ્યો, દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી દીપકભાઈ ચાવડા અને સેક્રેટરી શ્રી લાભુભાઈ પટેલ તથા તમામ કમિટી, શ્રી ગણપતભાઈ પઢિયાર આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પઢિયાર, અમૂલ ડેરી ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પઢિયાર,આંકલાવ તાલુકા ના શિક્ષણ અધિકારી સાહેબ શ્રી, બીટ નિરીક્ષક સાહેબ શ્રી આસોદર , શ્રી તથા એસ એમ સી સભ્યો અને મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.શાળાની બાળાઓ દ્વારા કંકુ તિલક કરી તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રભુ વંદના દ્વારા થઈ. આવેલ મહેમાનોને કલગી આપીને સ્વાગત શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું.આજના પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબે શિક્ષણનું મહત્વ જીવનમાં કેટલું હોય તેની સુંદર સમજ આપી અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી આપી. આજના શુભ પ્રસંગે ભોજન ના દાતા તથા મંડપના દાતા એવા સરપંચ શ્રી ડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર તથા શાળામાં બાળકોને ઠંડુ પાણી પીવા માટે કુલર નું દાન આપનાર સુરેશભાઈ પરમાર બંનેનું આવેલ મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી વિશે સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા. ત્યારબાદ શાળાની બાળાઓના તથા મહેમાનોના હસ્તે શાળાના નવનિર્મિત બે નવા વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું..આવેલ મહેમાનશ્રીઓ દ્વારા “એક પેડ મા કે નામ” સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ