આજરોજ ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ જગડીયા દ્વારા જગડીયા તાલુકા નું ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં મફત આંખ તપાસ અને મફત ઓપરેશન નો કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પ માં 240 લાભાર્થી એ તપાસ કરાવી હતી 188 દર્દી ને નંબર વાળા ચશ્માં આપ્યા
આજરોજ ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ જગડીયા દ્વારા જગડીયા તાલુકા નું ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં મફત આંખ તપાસ અને મફત ઓપરેશન નો કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પ માં 240 લાભાર્થી એ તપાસ કરાવી હતી 188 દર્દી ને નંબર વાળા ચશ્માં આપ્યા આંખ માં નાખવાની દવા 59 દર્દી ને આપી હતી 33 દર્દી ને મોતિયા ના ઓપરેશન માટે જગડીયા સેવા રૂરલ માં લય ગયા આવનાર દરેક લાભાર્થી ને ચેક કરી ને મફત ચશ્માં અને આંખ માં નાખવા ના ટીપાં મફત આપવામાં આવેલ છે આ કેમ્પમાં સુગર અને પ્રેસર પણ ચેક કરવામાં આવે છે અને જે દર્દી ને મોતીયા નું ઓપરેશન કરવાનું હોય તેને જગડીયા સેવા રૂરલ માં લય જવામાં આવે છે તેજ દીવસે આ કેમ્પ માં જરૂરયાતમંદ લાભાર્થી લાભ મેળવે છે આજ ના મોંઘવારી ના યુગ માં સામાન્ય માણસ ને મેડીક્લ નો ખર્ચો પોસાય એમ નથી આ કામ અતુલ ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે અતુલ ફાઉન્ડેશન નો હેતુ આ કેમ્પમાં જરૂરયાત મંદ લોકો વધુ માં વધુ લાભ મેળવે અને એમના જીવન ધોરણ માં બદલાવ આવે એ હેતુ છે અતુલ ફાઉન્ડેશન સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે આર્થિક રીતે નબળા લોકો માટે કામ કરે છે જરૂરયાત મંદ લોકો ને મદદ કરે છે આ કેમ્પ માં સેવારૂલર ની અનુભવી તબીબો ટીમ આવી હતી અને અતુલ ફાઉન્ડેશન માં થી સલીમભાઈ કડીવાલા અને અતુલ કંપની માં થી દિવ્યકાંત જોગભાઈ. હાજર રહ્યા હતા ગામના સરપંચ અને આગેવાનો યે અતુલ ફાઉન્ડેશન નો આભાર વ્યક્ત કર્યો હતો ધારોલી ગામના સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એ જણાવ્યું અતુલ ફાઉન્ડેશન ખરેખર માનવતા નું કામ કરે છે અતુલ ફાઉન્ડેશન ની કામગીરી થી હું ખુબજ પ્રભાવિત થયો છું આજના યુગ માં અતુલy ફાઉન્ડેશન નું કામ પ્રસંનીય કામગીરી કરે છે હું ફરીથી આભાર વ્યક્ત કરૂં છું આવા માનવ કલ્યાણ ના કામો અતુલ ફાઉન્ડેશન કરતું રહેશે એવી અમે અપેક્ષા રાખીયે છે રિપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા વડોદરા પાટવી ગુજરાતી ન્યુઝ