સુજ્ઞ. સારસ્વત વાલીગણ* તથા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજ રોજ તારીખ *10/07/2025 ને ગુરુવારના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમાના* પાવન દિવસે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું
*જય શ્રી સ્વામિનારાયણ*
*🙏નમસ્કાર*🙏
*સુજ્ઞ. સારસ્વત વાલીગણ* તથા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજ રોજ તારીખ *10/07/2025 ને ગુરુવારના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમાના* પાવન દિવસે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું .
કાર્યક્રમની શરૂઆતમાં સંચાલન કરતા હરીશ સર અને ઈશા મેડમ દ્વારા સંસ્થાના *અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશ સ્વામીજી ,સંસ્થાના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદ થકી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી.*
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ક્રાયક્રમની શરૂઆત ભગવાનની *પૂજા અર્ચના* દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના સ્વામીજીનું પુષ્પાહાર અને કંકુ ચોખા વડે પૂજન કરવામાં આવ્યું હતું .
સાથે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોની પણ આરતી ઉતારી પૂજા કરી હતી .
કેટલાક વિદ્યાર્થીઓ ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું .
સંસ્થાના શિક્ષક શ્રીકેતન સર અને પાયલ બેન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું મહત્વ કેમ છે? જીવનમાં ક્યાં ક્યાં ગુરુનું જ્ઞાન ઉપયોગી થાય છે તે સમજાવ્યું હતું .
*સંસ્થાના કૃષ્ણ પ્રિયદાસ સ્વામીજીએ* વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ રૂપે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વેદ વ્યાસજીને યાદ કરી
ગુરુ મહિમા સમજાવ્યો હતો.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર આચાર્યશ્રીઓએ પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓને અનુલક્ષી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમની અંતમાં ગઈકાલ ઘટિત ગંભીરા બ્રિજની દુર્ઘટના માં ભોગ બનેલ પરિવારજનોના સગા સંબંધીઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી .
અંતમાં આભાર વિધિ થકી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.
🙏આભાર 🙏
*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય કોશિન્દ્રા* 💐💐💐