કરજણ પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો…
કરજણ પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો…
કરજણ પોલીસ સ્ટેશન ખાતે એસ.પી આનંદ રોહન ની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ અગામી 27 જુન 2025 ના રોજ રથયાત્રા નિમિત્તે પોલીસ સ્ટેશનના પટાંગણમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત એસ.પી આનંદ રોહન, ડીવાયએસપી ચૌધરી સાહેબ, ડીવાયએસપી આકાશ પટેલ, એલસીબીના પીઆઈ કૃણાલ પટેલ, SOG પી.આઈ ચાવડા, કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એકે ભરવાડ , તેમજ કરજણ પોલીસ સ્ટાફ તેમજ કરજન નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તેમજ કરજણ ના જાગૃત નાગરિકો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વડોદરા રૂલર એસપી ધ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે સુલેહ શાંતિ નો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયાની ઉશ્કેરી જનક પોસ્ટ ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું..બીજી તરફ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઇલ ચોરી થયા હોય આશરે 20 જેટલા મોબાઈલ તેમજ દસ લાખ રૂપિયા જેટલા સાઈબર ક્રાઇમના ગુનામાં ફસાયેલા નાણા લોકોને અર્પણ કર્યા હતા…
:.. કરજણ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)