ભરૂચ તાલુકાના ટંકારીયા,ઘોડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ, જ્યારે વરેડિયા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચપદની પેટા ચૂંટણી યોજાઈ,
ભરૂચ તાલુકાના ટંકારીયા,ઘોડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ, જ્યારે વરેડિયા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચપદની પેટા ચૂંટણી યોજાઈ,
મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો…
વરસાદી માહોલ વચ્ચે ભરૂચ તાલુકાના ટંકારીયા, ઘોડી ગામમાં ગ્રામ પંચાયતની આજરોજ ચૂંટણી યોજાઇ હતી. જ્યારે વરેડિયા ગ્રામપંચાયતની સરપંચપદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશેષ વરેડિયા ગામમાં ખુબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી. ટંકારીયા અને ઘોડી ગામમાં સરપંચપદના બે – બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે.
જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં બે મહિલાઓએ સરપંચપદ માટે ભાગ્ય અજમાવ્યું છે. ઉપરોક્ત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે આગામી ૨૫ મી જુનના રોજ મતગણતરીના દિવસે ટંકારીયા અને ઘોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઇ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું, જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચપદની પેટા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે ૨૫ મી જુનના રોજ જાણવા મળશે…
:- .. પાલેજ …*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)