કોલવણા ગામે પ્લેન ક્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અલતાફહુસૈનના પાર્થિવ દેહને દફન કરાયો.
કોલવણા ગામે પ્લેન ક્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અલતાફહુસૈનના પાર્થિવ દેહને દફન કરાયો
તેઓના સાસુ-સસરા મૂળ કરજણ ના સાંસરોદ ગામના વતની અને UK સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન પણ ભોગ બન્યા
વાગરા,તા.૧૬
ગત ૧૨ જૂન ના અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુ.કે. જવા એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન ભરી હતી.ઉડાન ભર્યાની ગણતરીની મીનિટોમાં પ્લેન અમદાવાદ ની એક બિલ્ડીંગ ના ઉપર પડતા તેમાં સવાર એક મુસાફર ને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.જેમાં ભરૂચ ના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલતાફહુસૈન ઇસ્માઇલ પટેલ ઉર્ફ જીવામાસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો.તેઓ એ કોલવણા ગામની હાઈસ્કૂલ માં એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો હતો.ફાર્માસિસ્ત ની ડિગ્રી મેળવી ભરૂચ માં દવાની દુકાન ચાલુ કરી તેઓના જીવન ની શરૂઆત કરી હતી.એ પછીના થોડા વર્ષોબાદ તેઓ યુ.કે ખાતે સ્થાયી થયા હતા.હાલ એક અઠવાડિયા માટેજ તેઓ ઇન્ડીયા આવ્યા હતા.અલતાફહુસૈન તેમના સાસુ – સસરા સાથે એર ઇન્ડિયા ના ફલાઈટમાં યુ.કે જવા રવાના થયા હતા.જો કે પ્લેન ક્રેસ ની ઘટના માં અલતાફહુસૈન સહિત મૂળ કરજણ તાલુકા ના સાંસરોદ ગામના વતની અને યુ.કે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો.આ કમનસીબ ઘટના ને પગલે કોલવણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.
અલતાફહુસૈનના પાર્થિવ શરીર ને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો.વતન ની માટીમાં તેમના મૃતદેહ ને દફન કરવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવાજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા.પ્લેન ક્રેસ માં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલ દુઃખ ને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુવા કરવામાં આવી હતી.આ દુઃખદ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી,ભરૂચ નગર પાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ,સુલેમાન પટેલ,અબ્દુલ કામથી,ગામના અગ્રણીઓ,આમોદ પોલીસ મથકના પી.આઈ ,આમોદ ઇ.ચા. મામલતદાર,સર્કલ,તલાટી સહિતના વહીવટી તંત્રના કર્મીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝફર ગડીમલ – વાગરા.