અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી.
જંબુસર..
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી
ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઇ આવ્યો છે. ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલાં ડ્રોમાં સાહિલનું નામ નીકળતાં તે વર્ક પરમીટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાનો થયો હતો. તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહયો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયાં હતાં.એરપોર્ટ સાહિલને મુકીને અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં ગયાં હતાં. સંબંધીને ત્યાં પહોંચ્યાં ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યાં હતાં જેના પગલે પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભા તૂટી પડ્યું છે. આ અંગે મૃતક ના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવીએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું
બાઈટ
સલીમ પટેલ-મૃતકના પિતા
આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવાની માંગ કરી હતી.
બાઈટ.
સાયરાબહેન-મૃતકની માતા
મૃતકના ભાઈ