Uncategorized
વાગરા સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાંથી ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવારના ફોર્મની તસ્કરી, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી…
વાગરા સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાંથી ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવારના ફોર્મની તસ્કરી, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી…
ભરૂચના વાગરામાં એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સોના, ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ આપી હતી. તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. તો બીજી તરફ આવુ કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)