આણંદ જિલ્લા આંકલાવ માં આવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ હેતલ વસ્ત્ર ભંડાર દ્વારા પ્રવેશ ઉત્સવ માં 1680 બેગ નું વિતરણ કરવામાં આવ્યું
આણંદ જિલ્લા આંકલાવ માં આવેલ હીરા ગીરી કોમ્પ્લેક્સ હેતલ વસ્ત્ર ભંડાર દ્વારા પ્રવેશ ઉત્સવ માં 1680 બેગ નું વિતરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકા ના ગામો ની પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુમકુમ તિલક, સ્કૂલબેગ તથા કીટ ભેટ આપી, દરેક શાળા માં વૃક્ષારોપણ કરી હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો.
આંકલાવ તાલુકા ની પ્રાથમિક શાળા માં સ્વ જીતેન્દ્રભાઈ નગીનદાસ શાહ ના સ્મરણાર્થે શાહ પરેશભાઈ નગીનદાસ, હેતલ વસ્ત્ર ભંડાર દ્વારા 78 પ્રાથમિક શાળા માં બાલવાટીકા માં પ્રવેશ મેળવતા 1680 બાળકો ને સ્કૂલબેગ તથા 250 બાળકો ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. બેગ વિતરણ નું સંચાલન આંકલાવ શહેર ભાજપ પ્રમુખ મિહિરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી સુનિલભાઈ સોલંકી, અમુલ ડેરી ના ડિરેક્ટરશ્રી ગુલાબસિંહ પઢિયાર ,આણંદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઇ પઢીયાર, આંકલાવ બીઆરસી ઈશ્વરભાઈ પ્રજાપતિ, આંકલાવ તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ માધવસિંહ સોલંકી,આંકલાવ જૈન સમાજ ટ્રસ્ટી પરેશભાઈ શાહ, નિરવભાઈ શાહ, અલગ અલગ શાળા માં ઉપસ્થિત રહ્યા. તથા ગામના સરપંચશ્રી, પ્રિન્સીપાલશ્રી, શિક્ષક ગણ તથા દાતાશ્રીઓ સહિત ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ