દરિયાપુર વોર્ડ ના મ્યુનિસિપલ કાઉન્સિલર શેખ સમીરા માર્ટીન મહિનાઓ થી પબ્લિક ના પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો નું નિરાકરણ ન આવતું હોવાથી તારીખ 11 6 2025 ના રોજ શાહપુર રંગીલા મસ્ટર ખાતે પ્રજા ની ફરિયાદ લઈ ને પહોંચયા.

ત્યારે શાહપુર મસ્ટર ના બંધ બારણા માંથી અંદરથી અવાજ સંભળાતા ઓફીસ ની પાછળ ની બાજુ ના દરવાજાથી અમો ઓફિસ ની અંદર જોતા ચોંકી ઊઠ્યા, આગળ થી દરવાજો બંધ કરી ઓફિસ ટાઈમમાં ઓફિસમાં કર્મચારીઓ ઓફિસ ટેબલ પર જુગાર રમી રહ્યા હતા. તે શરમજનક દ્રશ્યો અમોએ અમારા મોબાઈલ માં રેકોર્ડિંગ કરી લીધા હતા. મ્યુનિસિપલ કર્મચારીઓ પ્રજા ના પ્રશ્નો મહિનાઓથી ઉકેલતા નથી અને ફરજ દરમ્યાન ચાલુ નોકરીએ સરકારી ઓફીસ માં જુગાર રમી રહ્યા છે. આ બાબતે મુખ્ય ઓફિસ અધિકારીશ્રી A.C.E. ની પણ કાળજી નહીં રાખવા માટે ની જવાબદારી થાય છે માટે જુગાર રમતા તમામ કર્મચારીઓ ને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાનૂની કાર્યવાહી કરવા અમારી માંગ છે