“સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” – જન જન સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડતો અનોખો પ્રયાસ
“સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” – જન જન સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડતો અનોખો પ્રયાસ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ”ની સફળ પૂર્ણતાને ઉજવવા અને જનજન સુધી વિકાસના કાર્યને પહોંચાડવા માટે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા 70 વર્ષથી વધુ વયના નાગરિકોને તેમના ઘરે જઈને આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવે તેવા હેતુથી “સાંસદ જનસેવા રથ” યોજના શરૂ કરવામાં આવ્યો છે. આ રથ ગામે ગામ જઈને વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષાના અધિકારથી વાકેફ કરાવે છે અનેકાર્ડ બનાવી આપવામા મદદરૂપ બની રહ્યો છે.
આ અનોખા પ્રકલ્પનો વિડિયોને આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી લૉન્ચ કરવામાં આવ્યો. વિડિયોમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા વિવિધ યોજનાઓના અમલ અને કાર્યશીલતાની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા
#11YearsOfSeva #JanSevaRath #AyushmanBharat #MiteshbhaiPatel