Uncategorized

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની નો વાર્ષિક જલસો યોજાયો, સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કુશળતા બતાવી, અમદાવાદ શાહ વઝીહુદ્દીન દરગાહના ગાડીનશીન હાજર રહયા.

 

*નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની નો વાર્ષિક જલસો યોજાયો, સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કુશળતા બતાવી, અમદાવાદ શાહ વઝીહુદ્દીન દરગાહના ગાડીનશીન હાજર રહયા.*

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈની આવેલ છે જેનો વાર્ષિક જલસો શનિવાર તારીખ ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ ગામના પાદરમાં યોજાયો હતો. જેમાં સંસ્થામાં દીની તાલીમ લઇ રહેલા બાળકોએ પોતા પોતાના ક્ષેત્રમાં સ્ટેજ ઉપર દીની સવાલો જવાબ, નાત શરીફ, તકરીર જેવા વિષયો ઉપર પોતાની કુશળતા બતાવી હતી. આ પ્રસંગે અમદાવાદ સ્થિત શાહ વઝીહુદ્દીન દરગાહ ના ગાદી નશીન હાજર રહયા હતા. બાળકોએ પોતાની વાણીમાં દીની જાણકારી આપી હાજર મેદની ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ શાહનવાઝ હુસૈન સાહેબે અત્યારના યુગમાં બાળકોને શિક્ષણ ની સાથોસાથ દીની શિક્ષણ ની જરૂરિયાત નું મહત્વ સમજાવ્યું હતું. નબીપુર મદ્રસા મા હાફિઝ કુરાન ની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી મહમદ કૈફ લાંબા ને તેમની આ સિદ્ધિ બદલ ઉપસ્થિથ મહાનુભાવો દ્વારા હાફીઝે કુરાન ની ઉપાધિ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના સ્ત્રી પુરુષો અને બાળકો ઉપથિત રહયા હતા. , ******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button