લાંચની માંગણીની.
*એ.સી.બી. સફળ ટ્રેપ*
*ફરીયાદી* – એક જાગુત નાગરીક
*આરોપી*
નં. (૧) એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી)
હોદો – વુ.પો.સ.ઇ. વર્ગ-૩
નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
નં.(૨) નવનીતકુમાર હમીરભાઇ જેઠવા
હોદો- એ.એસ.આઇ. વર્ગ-૩
નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
(૩) માનસિંહ રામભાઇ સિસોદિયા
ખાનગી વ્યકિત
*ટ્રેપની તારીખ* – તા. ૦૧/૦૫/૨૦૨૫
*લાંચની માંગણીની રકમ*- રૂ. ૬૩૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ*- રૂ. ૬૩૦૦૦/-
*લાંચની રીકવર રકમ*- રૂ. ૬૩૦૦૦/-
*ટ્રેપનું સ્થળ*- હિરાબાગ પોલીસ ચોકીમાં , કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેર.
*ટુંક વિગત* – આ કામના ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના આરોપી નં.(૧) નાઓ કરતા હોય અને આરોપી નં.(૨) નાઓ તેઓના રાયટર થતા હોય. જે અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારુ ફરીયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછુ કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા રૂ. ૬૩૦૦૦/- આરોપીનં.(૧) નાએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેશર રીતે લાંચની માંગણી કરેલ હોય જેથી આ કામના ફરીયાદી લાંચના નાણા આપવા માંગતા ના હોય જેથી ફરીયાદીએ વડોદરા એ.સી.બી. ફીલ્ડ માં સંર્પક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં. (૨) નાએ લાંચના રૂપિયા આરોપી નં.(૧) વતી માંગણી કરી આરોપી નં.(૩) ને આપી દેવા જણાવતા આરોપી નં.(૩) નાઓએ લાંચ ના રૂ. ૬૩૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ તમામ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત.
*ટ્રેપીંગ અધિકારી* – શ્રી એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ તથા
મદદમાં રીડર પો.ઇન્સ. આર.બી. પ્રજાપતિ વડોદરા એ.સી.બી. એકમ વડોદરા
*સુપરવીઝન અધિકારી* –
શ્રી પી.એચ.ભેંસાણીયા
મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ તથા
ઇન્ર્ચાર્જ સુરત એ.સી.બી. એકમ