Uncategorized

ભરૂચમાં વકફ અને યુનિવર્સલ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન

 

ભરૂચમાં વકફ અને યુનિવર્સલ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન

 

ભરૂચ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને યુનિવર્સલ સિવિલ કોડ (UCC)ના મસોદાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ ધરણામાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાજર લોકોએ દ્વારા પોતાની વણછૂટેલી લાગણીઓ વ્યક્ત કરી સરકારના ષણયંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો.પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નોંધાયો નથી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારોની રક્ષા માટે સંકલ્પ લઈ પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને હક્કોની જાળવણી માટે સાંવિધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે.આ કાર્યક્રમના મંચ પરથી સમાજના આગેવાનો અને ધાર્મિક નેતાઓએ આપેલ સંબોધનમાં બંધારણીય હક્કોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારને તેમની નીતિઓ પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી.****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button