પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ, હજયાત્રીઓને હજના અરકાનો વિશે નામાંકીત આલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું…
પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ, હજયાત્રીઓને હજના અરકાનો વિશે નામાંકીત આલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું…
ભરૂચના પાલેજ સ્થિત મદની હૉલમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ દ્વારા વર્ષ ૨૦૨૫ ની મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જનાર ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ આલીમ દ્વારા સુંદર નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.
ત્યારબાદ વલણ સ્થિત મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના હસન અશરફીએ મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને હજ દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું વિસ્તૃત છણાવટ સાથે માર્ગદર્શન આપ્યું હતું.
આયોજિત હજ તાલીમ શિબિરમાં મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા પાલેજ સહિત આસપાસના ગામોના હજયાત્રીઓએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને દુઆઓ સાથે વિદાય આપવામાં આવી હતી…
:- બ્યુરો રિપોર્ટ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)