જંબુસર તાલુકાના વેડચ ગામ માં બે મકાનો માં લાગી આગ
જંબુસર તાલુકાના વેડચ ગામ માં બે મકાનો માં લાગી આગ
મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના વેડચ ગામ માં પુષ્પા બેન રમેશભાઈ જેઓ ઘાસચારો લેવા ખેતર ગયા હતા ત્યારે તેમના મકાન માં આગ લાગી હતી .. જોકે આ વાતની જાણ વેડચ સરપંચ ને થતાં સરપંચ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ને આગ હોલવવા ના પ્રયત્નો કર્યા હતા.તથા જંબુસર નગરપાલિકા અને ગજેરા પી જી પી ગ્લાસ કંપની ને જાણ કરતાં ફાઈર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી . પુષ્પા બેન ના મકાન સાથે બીજુ મકાન આવેલ હતું તેમાં પણ આગ લાગી હતી.આ આગમાં કોઇ જાનહાનિ થવાના સમાચાર નથી પણ ઘરવખરી સામાન ,સોના ચાંદી ના દાગીના તથા એક લાખ જેટલી રોકડ રકમ બળીને ખાક થઇ છે આગ લાગવાનુ કારણ સોટ સર્કીટ થઈ હોવાનું જાણવા મળેલ છે પરંતુ વેડચ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી .મનુભાઇ ગોહિલ