વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા ધોરણ ૫ ના ૧૫૬ શાળાઓના ૧૨૫ જેટલા છાત્રોને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…
વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા ધોરણ ૫ ના ૧૫૬ શાળાઓના ૧૨૫ જેટલા છાત્રોને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…
ભરૂચ સ્થિત વેલ્ફેર હોસ્પીટલના ઓડિટોરીયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેકટ અંતર્ગત CET ૨૦૨૫ પરીક્ષામાં મેરીટ યાદીમાં આવનાર ભરૂચ જીલ્લાના ધોરણ ૫ ના લગભગ ૬ બ્લોકના ૧૦૮ ગામોની ૧૫૬ શાળાઓના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ કાર્યક્રમ WBVF ના ડૉ. ઈસ્માઈલના પ્રમુખ સ્થાને યોજાયો હતો.
પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં WBVFના તમામ હોદ્દેદારો, સરકારશ્રીના પ્રતિનિધી તરીકે અધિકારીગણ જેમાં જંબુસર અને આમોદના TPEO શ્રી, આમોદ અને ભરૂચના BRC COORDINATOR, શ્રી તેજસભાઈ પટેલ (CET જીલ્લા નોડેલ અધિકારી), સામાજીક કાર્યકર્તાઓ, તાલુકા સંયોજકો, ગામ સંયોજકો, આગેવાનો, ટીમ મેમ્બર્સ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત “મિશન બુનિયાદના હેડ યાકુબ ઉઘરાદારે કર્યુ હતુ. ત્યારબાદ બાદ મહેમાનશ્રીઓનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. સોક્ત સાહેબે મિશન બુનિયાદે અત્યાર સુધી શું કામગીરી કરી હતી, કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલા વિદ્યાથીઓ મેરીટ યાદીમાં આવ્યા તેની વિસ્તૃત સમજ આપી હતી.
ત્યારબાદ મહેમાનોનુ પ્રાસંગિક ઉદ્દબોધન શરૂ થયું હતું. મિશન બુનિયાદના સદસ્યા ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન કર્યુ અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા. તેજસભાઈ પટેલે વાલીઓનું ઉદબોધન કર્યુ હતું તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને CET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી હતી. સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો…
:-..ભરૂચ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)